Write a letter to your leaders

Get Started
માટીસમર્થકોઅભિયાન વિશે
પગલું અત્યારે જ ભરો
Background

કોન્શિયસ પ્લેનેટ

Conscious Planet is an effort to raise human consciousness and bring a sense of inclusiveness such that multifarious activities of our societies move into a conscious mode. An effort to align human activity to be supportive of nature and all life on our planet.

વધુ વાંચો

માટી બચાવો ચળવળ આ તરફ આમ કરીને કામ કરશે:

1

વિશ્વનું ધ્યાન આપણી મરી રહેલી માટી તરફ વાળવું.

2

લગભગ 4 અબજ લોકોને (વિશ્વના 5.26 બિલિયન મતદારોના 60%) માટીની રક્ષા, સંવર્ધન અને તેને ટકાવી રાખવા માટે નીતિના પુનર્નિર્દેશનને સમર્થન આપવા માટે પ્રેરણા આપવી.

3

193 રાષ્ટ્રોની રાષ્ટ્રીય નીતિમાં માટીની સેન્દ્રીય સામગ્રીને ઓછામાં ઓછી 3-6% સુધી વધારવા અને જાળવવાની દિશામાં ફેરફાર કરવા.

Soil Revitalization

Global Policy Draft Recommendations & Sustainable Soil Management

View More
soil
background
Sadhguru

સદ્‍ગુરુ

યોગી, દિવ્યદર્શી અને યુગદ્રષ્ટા એવા સદ્‍ગુરુ આપણા સમયના સૌથી પ્રભાવશાળી લોકોમાંના એક છે. પ્રચંડ ક્ષમતા ધરાવતા પ્રબુદ્ધ ગુરુએ કેટલાક વિશાળ પડકારો હાથમાં લીધા છે, જે માટેનું કામ જેટલું વ્યાપક છે તેટલું જ વૈવિધ્યસભર પણ છે.

જો કે, તેમના તમામ પ્રયત્નો હંમેશા એક જ ધ્યેય તરફ રહ્યા છે: મનુષ્યની ચેતનાનો વિકાસ. છેલ્લા ચાર દાયકાઓમાં, સદ્‍ગુરુએ તેમના ફાઉન્ડેશન દ્વારા વિશ્વભરના લાખો લોકોને સુખાકારીની તકનીકો અર્પણ કરી છે. તેમના ફાઉન્ડેશનને વિશ્વભરના 300 શહેરોમાંના 1.6 કરોડથી વધુ સ્વયંસેવકો સહકાર આપે છે. સદ્‍ગુરુને ત્રણ રાષ્ટ્રપતિ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે જેમાં રાષ્ટ્રની વિશિષ્ટ સેવા માટે પદ્મ વિભૂષણ અને 2010 માં ભારતના સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર, ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કારનો સમાવેશ થાય છે.

વધુ વાંચો

માટી બચાવો: એક ચળવળ જે 24 વર્ષ પહેલા શરૂ થઈ હતી

છેલ્લા ત્રણ દાયકાઓથી, સદ્‍ગુરુ સતત માટીના મહત્વ અને માટી લુપ્ત થવાના ભયજનક ખતરા પર પ્રકાશ પાડી રહ્યા છે. તેમણે અનેક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર વારંવાર કહ્યું છે: "માટી આપણું જીવન છે, આપણું શરીર છે. અને જો આપણે માટીને તરછોડી દઈએ, તો ઘણી રીતે જોતા, આપણે પૃથ્વીને તરછોડીએ છીએ."

Save Soil Banner

માટી કોણ બચાવશે?

Tree

1990. ગ્રામીણ તમિલનાડુ. લોકોનો એક સમૂહ એક ઘટાદાર પાંદડાવાળા ઝાડની છાયા નીચે આંખો બંધ કરીને બેઠેલો હતો. થોડા સમય પહેલા, તેઓ ખુલ્લામાં બેઠા હતા, તડકામાં અને પરસેવે રેબઝેબ, દક્ષિણ ભારતીય સૂર્યની તમામ ઉગ્ર અસરો અનુભવતા હતા. હવે, રક્ષણાત્મક લીલા છાંયડામાં, ઠંડા પવનની લેહરકી સાથે, તેઓને અને મોટા વૃક્ષના આશિષ અને મહત્વ સમજાયા.

સદ્‍ગુરુએ તેમને એક આંતરિક પ્રક્રિયામાંથી પસાર કરાવ્યા, જ્યાં તેઓએ ખરેખર વૃક્ષ સાથે શ્વાસની આપ-લે કર્યાનો અનુભવ કર્યો, કાર્બન ડાયોક્સાઇડને પ્રશ્વાસમાં બહાર કાઢ્યો, જે વૃક્ષે શ્વાસમાં લીધો, અને તેમણે ઓક્સિજન શ્વાસમાં લીધો જે વૃક્ષ પ્રશ્વાસમાં બહાર કાઢે છે. એક પ્રાયોગિક પ્રક્રિયા જેમાં તેઓએ સ્પષ્ટપણે જોયું કે તેમના શ્વાસોચ્છવાસના ઉપકરણનો અડધો ભાગ ત્યાં અટકી રહ્યો છે. આ શરૂઆતના દિવસો હતા જ્યારે સદ્‍ગુરુએ જેને "સૌથી મુશ્કેલ પ્રદેશ - લોકોના મન" કહેતા તે વિસ્તારમાં વૃક્ષો વાવવાની શરૂઆત કરી હતી. સમગ્ર જીવન સાથે એકતાના આ સીધા અનુભવે પ્રખર સ્વયંસેવકોના પ્રથમ સમૂહને પ્રોત્સાહિત કર્યા આપણા ગ્રહને પુનઃસ્થાપિત કરવા માટે આ ચળવળની પહેલ કરવા માટે.

1990ના દાયકામાં વનશ્રી નામની ઇકો-ડ્રાઇવના રૂપમાં થોડા હજાર સ્વયંસેવકો સાથે જે શરૂ થયું હતું, તે વેલિયાંગિરી પહાડોને હરિયાળા બનાવવાના હેતુથી હતું, જે ટૂંક સમયમાં પ્રોજેક્ટ ગ્રીનહેન્ડ્સમાં વિકસ્યું, જે 2000 ના પ્રથમ દાયકામાં સમગ્ર તમિલનાડુમાં લાખો સ્વયંસેવકો સાથેનું રાજ્યવ્યાપી અભિયાન હતું. 2017 માં, જ્યારે સદ્‍ગુરુએ નદીઓ માટે અકલ્પનીય રેલીનું નેતૃત્વ કર્યું, ત્યારે તે 16 કરોડ 20 લાખ ભારતીયો દ્વારા સમર્થિત ગ્રહ પરની સૌથી મોટી પર્યાવરણીય ચળવળમાં સામેલ થઈ, જે અત્યંત નિષ્ઠાપૂર્વક હાથ પર લેવાયેલો , સખત મેહનત દ્વારા આકાર પામેલો પ્રૂફ-ઓફ-કન્સેપ્ટ પ્રોજેક્ટ કાવેરી કોલીંગ તરફ આગળ વધ્યો. હવે, તે જાગરૂક ગ્રહ બનાવવા અને માટી બચાવવા માટે અભૂતપૂર્વ ચળવળમાં અબજો વૈશ્વિક નાગરિકોનો સમાવેશ કરશે. પૃથ્વી પર 4 અબજ લોકો સુધી પહોંચવાનું સદ્‍ગુરુનું મિશન ત્રણ દાયકાના કાર્ય અને વિકાસનું પરિણામ છે.

આ ચળવળની ઉત્ક્રાંતિમાં એક નિર્ણાયક પાસું ચોક્કસપણે તેના દ્વારા પ્રેરિત લોકોની વિશાળ સંખ્યા છે. જો કે, તેના પ્રભાવનું વધતું સ્તર પણ એટલું જ મહત્વનું છે. સ્થાનિક સમુદાયો, સંગઠનો, ખેડૂતો, શાળાઓ અને રાજ્ય સરકારોથી લઈને ભારતમાં રાષ્ટ્રીય નદી નીતિને આકાર આપવામાં મદદ કરવા માટે અને હવે કેટલીક પર્યાવરણ માટે ખુબ મહત્વની આંતરરાષ્ટ્રીય એજન્સીઓ, વિશ્વના નેતાઓ અને સરકારો સાથે કામ કરવા સુધી - છેલ્લા ત્રણ દાયકાઓમાં ચળવળ હરણફાળ ભરી રહી છે.

માટી બચાવો ચળવળનો અસાધારણ પ્રયાસ સમગ્ર લોકતાંત્રિક વિશ્વના નાગરિકોને એક અવાજમાં બોલવા અને પૃથ્વીના સ્વાસ્થ્ય અને ભવિષ્ય પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાની ખાતરી આપવાનો છે. જ્યારે ઇકોલોજીના મુદ્દાઓ ચૂંટણીલક્ષી મુદ્દાઓ બની જાય છે, જ્યારે લોકોનો ટેકો સરકારોને માટીની સુરક્ષા માટે લાંબાગાળાના નીતિગત ફેરફારો અપનાવવા માટે સશક્ત બનાવે છે, જ્યારે વ્યવસાયો, સંસ્થાઓ, વ્યક્તિઓ અને સરકારો માટીના સ્વાસ્થ્યને પ્રાથમિકતા બનાવે છે - ત્યારે આ સતત પ્રયત્નો ફળશે.

આ એક સફર છે ગ્રીનહેડ્સથી ગ્રીનહેન્ડ્સથી ગ્રીનહાર્ટ્સ સુધીની. તો કોણ બચાવશે માટી? આપણામાંના દરેક.

ચાલો આ કરી બતાવીએ!

Hands-with-mud

ચાલો આ કરી બતાવીએ!

પગલું અત્યારે જ ભરો

માટી

© 2023 Conscious Planet All Rights Reserved

પ્રાઇવસી પોલિસી

ટર્મ્સ એન્ડ કંડિશન્સ