માટીનો જાદુ
“એકમાત્ર જાદુઈ સામગ્રી જે મૃત્યુને જીવનમાં ફેરવે છે.”
– સદ્ગુરુ
માટી બચાવો આંદોલન મનુષ્યોને સાથે લાવી માટીના જાદુને જીવંત રાખવા વિશે છે.
સેવ સોઈલ ડોક્યુમેન્ટરી જુઓ
પણ...
માટી ખરેખર શું છે અને તે શું કરે છે?
ચાલો નીચેની ક્વિઝ દ્વારા જાણીએ.
પ્રશ્ન 1 / 6
માટી ______ છે
માટી આપણા જીવનનો આધાર છે. પણ...
કૃષિ, નિર્વનીકરણ અને અન્ય પરિબળો ભયજનક દરે માટીના ઉપરના સ્તરનો નાશ અને ધોવાણ કરે છે. વિશ્વમાં, 52% ખેતીની જમીન પહેલેથી જ ક્ષીણ થઈ ગઈ છે. પૃથ્વી સંકટમાં છે. જો જમીનની અધોગતિ વર્તમાન દરે ચાલુ રહેશે, તો જીવનને આપણે જેવું જાણીએ છીએ તેનો અંત હશે.
ખૂબ જ અધોગતિ પામેલ
અધોગતિ પામેલ
સ્થિર
વનસ્પતિ વિનાનું
પૃથ્વી ખતરામાં છે.
ખાદ્ય પદાર્થોનું સંકટ
20 વર્ષમાં, 9.3 અબજ લોકો માટે 40% ઓછા ખોરાકનું ઉત્પાદન થવાની ધારણા છે.
નબળી માટી નબળા પોષક મૂલ્ય તરફ દોરી જાય છે. આજના ફળો અને શાકભાજીમાં અત્યારથી જ 90% ઓછા પોષક તત્વો હોય છે.
2 અબજ લોકો પોષણની ઉણપથી પીડાય છે જે ઘણા રોગો તરફ દોરી જાય છે.
પાણીની અછત
ક્ષીણ થઈ ગયેલી માટી પાણીના પ્રવાહનું શોષણ અને નિયમન કરી શકતી નથી.
માટીમાં પાણીના સંગ્રહનો અભાવ પાણીની અછત, દુષ્કાળ અને પૂર તરફ દોરી જાય છે
સેન્દ્રીય સામગ્રી તેના વજનના 90% જેટલું પાણી પકડી રાખી શકે છે અને સમય જતાં તેને ધીમે ધીમે છોડી શકે છે. દુષ્કાળની સંભાવના ધરાવતા વિસ્તારોમાં આ એક મોટી મદદ છે.
જૈવ-વિવિધતાની ખોટ
વૈજ્ઞાનિકો કહે છે કે વસવાટના નુકશાનને કારણે દર વર્ષે સજીવોની લગભગ 27000 પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે.
સંકટ એવા તબક્કે પહોંચી ગયું છે કે જંતુઓના બાયોમાસના 80% બાયોમાસનો નાશ થઈ ગયો છે.
જૈવવિવિધતાની ખોટ માટીમાંના વસવાટને વધુ વિક્ષેપિત કરે છે અને માટીના પુનરોદ્ધારને અટકાવે છે.
કલાયમેટ ચેન્જ
માટીમાં સંગ્રહિત કાર્બન જીવંત છોડમાંના કાર્બન કરતાં 3 ગણો અને વાતાવરણમાંના કાર્બન કરતાં 2 ગણો છે, જેનો અર્થ છે કે કાર્બન સંગ્રહ કરવા માટે માટી ખુબ મહત્વની છે.
જો વિશ્વની માટીને પુનર્જીવિત કરવામાં નહીં આવે, તો તે વાતાવરણમાં 850 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ છોડી શકે છે જે ક્લાયમેટ ચેન્જમાં ભાગ ભજવશે. આ છેલ્લા 30 વર્ષોમાં મનુષ્યોના તમામ ઉત્સર્જન કરતાં વધુ છે.
આજીવિકાનું નુકશાન
માટીનો ક્ષય થવાને કારણે હજારો ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.
વિશ્વના 74% ગરીબો માટીની અધોગતિથી સીધી રીતે પ્રભાવિત થાય છે.
એવો અંદાજ છે કે માટી લુપ્ત થવાથી વિશ્વને દર વર્ષે 10.6 ટ્રિલિયન US ડોલરનું નુકસાન થાય છે.
સંઘર્ષ અને સ્થળાંતર
વસ્તી વધારો અને ખોરાક અને પાણીની અછતને કારણે 2050 સુધીમાં 1 અબજથી વધુ લોકોને અન્ય સ્થળો અને દેશોમાં સ્થળાંતર કરવાની ફરજ પડી શકે છે.
જમીનને લગતા મુદ્દાઓએ 1990 પછીથી આફ્રિકામાં 90% થી વધુ મોટા યુદ્ધો અને સંઘર્ષોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.
ફ્રેન્ચ ક્રાંતિથી અરબ સ્પ્રિંગ સુધી, ખાદ્યપદાર્થોના ઊંચા ભાવને સામૂહિક વિરોધ ચળવળો પાછળના એક પરિબળ તરીકે જોવામાં આવે છે.
માટી: એક સર્વગ્રાહી સમાધાન
લગભગ દરેક મોટુ ઇકોલોજીકલ સંકટ અમુક અંશે અથવા સ્વરૂપે, માટીની અધોગતિનું પરિણામ છે. તેવી જ રીતે, લગભગ દરેક પર્યાવરણીય અથવા પર્યાવરણ સંબંધિત પીડાને સંબોધિત કરી શકાય છે, માટીને સ્વસ્થ બનાવીને
વાસ્તવમાં, આપણે આપણા પર્યાવરણના બધા પાસાઓને સંબોધ્યા વિના કોઈપણ એક પાસાને સંબોધિત કરી શકીએ છીએ તે વિચારવું એક ભ્રમ છે, કારણ કે ઇકોસિસ્ટમનું કોઈ પાસું એકલું તેના પોતાનામાં કાર્ય કરતું નથી.કોઈ સમાધાન સંપૂર્ણ નથી જ્યાં સુધી આપણે જાગરૂક ન થઈએ કે જીવન એક જટિલ ઘટના છે, જેમાં બધું એકસાથે થઈ રહ્યું છે. ઘણી રીતે, માટી એક પ્લેટફોર્મ છે જેના પર જીવનનું નૃત્ય થાય છે. જો આપણે માટીને ઠીક કરીએ, તો આપણી પાસે બધું ઠીક કરવાની શ્રેષ્ઠ તક છે.
નિષ્ણાતો શું કહે છે?
વિજ્ઞાન શું કહે છે?
S.O.S - Save Our Soil - આપણી માટી બચાવો?
માટીનું વ્યવસ્થાપન (મેનેજમેન્ટ)
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન
જૈવવિવિધતા
વિશ્વમાં દર વર્ષે લગભગ 24 અબજ ટન ફળદ્રુપ માટી અને 27,000 જૈવ-પ્રજાતિઓ નાશ પામે છે
યુએન રિપોર્ટ: વિશ્વના ખેતરો 'બ્રેકિંગ પોઈન્ટ' સુધી ખેંચાયા
કલાયમેટ ચેન્જ
વિશ્વની કલાયમેટથી અસરગ્રસ્ત અને પ્રદૂષણને લીધે અધોગતિ પામેલી ખેતી અને કૃષિ પ્રણાલીએ ખોરાક માટે ટકાઉ પ્રથાઓ તરફ ઝડપથી વળવું થવું જોઈએ...
ઓ માટી
માટીની સુગંધ
મારા માટે ફૂલની સુંદર સુગંધ કરતાં
કંઈક વધુ કોમળ છે
જીવનની શક્તિ અને સંવેદનશીલતા
જે માટી માં રહેલ છે
તે અલગ પ્રકારના જુસ્સાના તરંગોને
પ્રસરાવે છે.
ઉન્માદ કોઈ વ્યક્તિનો નહિ
પરંતુ માનવતાનો છે
જે અસંવેદનશીલ થઇ છે
એના પ્રત્યે જે તેને પોષે છે
અને છેવટે પોતાનામાં સમાવે છે.
જેમ જેમ હું ઉઘાડા પગે ચાલુ છું હું અંદરથી પીગળતો જાઉં છું
એટલા ગહન ઉન્માદથી કે
તેનું શબ્દમાં વર્ણન ન થઈ શકે.
ઓ માટી, મારુ જીવન
સદ્ગુરુ દ્વારા લખાયેલ કવિતા
ચાલો આ કરી બતાવીએ!